બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારત તરફથી કોરોના વાયરસની રસીના 20 લાખ ડોઝ મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે. ભગવાન હનુમાનજી જેમ સંજીવની બુટીનું વહન કરે છે તે પ્રકારની તસવીર દ્વારા તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનો આભાર માન્યો છે


બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર એમ બોલ્સોનારોએ ટ્વીટ કરતા લખ્યું, નમસ્કાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બ્રાઝિલ આ મહામારીના દોરમાં તમારા જેવા મહાન સાથીને શોધીને ગૌરવ અનુભવે છે. કોરોના વેક્સીનને ભારતથી બ્રાઝિલમાં પહોંચાડવા બદલ આભાર. તેમણે હિન્દીમાં એક અલગ આભાર પણ લખ્યો હતો. વાંચો ટ્વીટ...


શુક્રવારે ભારતથી કોવિડશીલ્ડના 20-20 લાખ ડોઝ લઈને મુંબઈ એરપોર્ટથી બ્રાઝિલ અને મોરક્કો માટે રવાના થઈ. CSMIA તરફથી જાહેર એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કોવિડશીલ્ડ વેક્સિનના 20 લાખ ડોઝ લઈને મુંબઈ એરપોર્ટથી બ્રાઝિલ માટે અને 20 લાખ ડોઝ લઈને બીજુ વિમાન મોરક્કો માટે રવાના થયું. ભારતે બુધવારથી ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને વેક્સિન મોકલી છે.

ભારતે કોરોના વાયરસ સામેની લડતમાં બ્રાઝિલની માંગ માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનની લાખો ટેબ્લેટ્સ પણ મોકલી હતી. ત્યારે પણ, જેર બોલ્સોનારોએ ભારતની પ્રશંસા કરી હતી. તેમણે હાઇડ્રોક્સિક્લોરોક્વિન વિશે કહ્યું કે આ દવા કોરોના સામે અસરકારક છે. કોરોના ચેપ લાગ્યાં પછી બોલ્સોનારોએ તેનો ફોટો હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન ખાતો હોવાનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.