નવી દિલ્હી: ભારતે ન્યૂક્લિયર હુમલો કરવામાં માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું સફણ પરિક્ષણ કર્યું છે. રવિવારે આન્ધ્રપ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

આ સબમરિન મિસાઇલ ને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી INS અરિહંત શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીનોમાં તૈનાત કરવામાં આવશે.


ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં આ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ જમીનથી હવામાં સટીક નિશાન સાધવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ અંતર્ગત કોઇ પણ સૈન્ય અભિયાનમાં આ મિસાઈલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખીને તેના પર તાત્કાલિક નિશાન લગાવે છે.