નવી દિલ્હી: આજથી દેશભરમાં અનલોક પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. અનલોક-3માં ઈન્ટરનેશનલ ફ્લાઈટો સંદર્ભે સરકારે આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત સરકારે આગામી 31-ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ્દ કરી દીધી છે. જો કે અમેરિકા, જર્મની અને ફ્રાન્સ સાથે કરવામાં આવેલા ભારત સરકારના કરાર અંતર્ગત આ દેશો માટેની મુસાફરી યથાવત રહેશે.


DGCA દ્વારા શુક્રવારે આ સંદર્ભે એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને નિર્ણય કર્યો છે કે, આગામી 31 ઓગસ્ટ, 2021ના રાત્રે 11:59 કલાક સુધી ભારતથી જતી અને આવતી ઈન્ટનનેશનલ પેસેન્જર ફ્લાઈટોને રદ્દ કરવામાં આવી છે.

જો કે આ પ્રતિબંધ ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટ્સ અને DGCA દ્વારા મંજૂર કરવામાં આવેલા વિમાનો પર લાગૂ નહીં થાય. આ સિવાય કેંદ્ર સરકારના વંદે ભારત મિશન મુજબ ચાલતી ફ્લાઈટ અને ડીજીસીએ પાસેથી મંજૂરી લેનાર ખાસ ફ્લાઈટ ચાલુ રહેશે.