International Flights To Resume: નવુ વર્ષ ( New Year )અને ક્રિસમસ પર વિદેશ ફરવા જતા લોકો માટે  ( Air Passengers )  માટે ખુશખબર છે. સરકારે 14  દેશને છોડીને બાકીના દેશો માટે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ   ( International Travelling) ની મંજૂરી આપી છે. 


15 ડિસેમ્બરથી શરુ થઈ રહી છે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ


15 ડિસેમ્બરથી, યુકે, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન, મોરેશિયસ, સિંગાપોર બાંગ્લાદેશ, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડ સહિત 14 દેશો સિવાય બાકીના દેશો માટે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સરકારે આ નિર્ણય કોરોના વાયરસના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને લીધો છે. તમને જણાવી દઈએ કે આ 14 દેશોમાંથી ઘણા દેશો સાથે એર બબલ એગ્રીમેન્ટ હેઠળ ફ્લાઈટ સેવા ચાલી રહી છે.


માર્ચ 2020થી પ્રતિબંધ હતો



માર્ચ 2020 માં કોરોના મહામારીએ દસ્તક આપ્યા બાદ ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, બાદમાં વંદે ભારત ફ્લાઈટ્સ અને બબલ એગ્રીમેન્ટ દ્વારા ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી હતી. 14 દેશોમાં જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ સર્વિસ સેવા નિયમિત કરવામાં આવી નથી, ત્યાં બબલ એગ્રીમેન્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સેવા ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયથી એરલાઈન ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે, જે સંકટમાંથી પસાર થઈ રહી છે, તો તે વિમાન ભાડું ઓછું રાખવામાં મદદ કરશે.



ડિસેમ્બર સુધીમાં રસીકરણનો વ્યાપ પણ વધશે. કોરોના રસીના બંને ડોઝ દેશના 40 ટકા નાગરિકોને આપવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ નિર્ણય ગૃહ અને આરોગ્ય મંત્રાલયો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની જેમ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ સ્થગિત કરવામાં આવી હતી. જો કે, બે મહિનાના વિરામ પછી, મે 2020 માં મર્યાદિત ક્ષમતા સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સને સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડવાની મંજૂરી આપવામાં આવી છે.