કેન્દ્ર સરકારે 10 લાખથી વધુ અને ઓછી વસ્તીવાળા શ્રેષ્ઠ શહેરની  યાદી જાહેર કરી છે. મહત્વની વાત છે કે આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોને સ્થાન મળ્યુ છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ગુરુવારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ રેન્કિંગ 2020 લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં બે અલગ અલગ કેટેગરી છે. એક કેટેગરી 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો અને બીજું 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરો એમ બે કેટેગરી છે. આ યાદીમાં બેંગલુરુ, પુણે અને અમદાવાદ રહેવા માટે સૌથી શ્રેષ્ઠ ત્રણ શહેરોમાં સ્થાન મળ્યું છે.મહત્વની વાત એ છે કે, આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, વડોદરા અને સુરત સામેલ છે. દિલ્લીને યાદીમાં 13મું  સ્થાન મળ્યું છે.
10 લાખથી વઘુ વસ્તી ઘરાવતા શ્રેષ્ઠ શહેરની યાદી
  • બેંગલુરુ - 66.70
  • પૂણે - 66.27
  • અમદાવાદ - 64.87
  • ચેન્નઈ - 62.61
  • સુરત - 61.73
  • નવી મુંબઈ - 61.60
  • કોઈમ્બતૂર - 59.72
  • વડોદરા - 59.24
  • ઈન્દોર - 58.58
  • ગ્રેટર મુંબઈ - 58.23
10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શ્રેષ્ઠ શહેરોની યાદી
  • સિમલા - 60.90
  • ભુવનેશ્વર - 59.85
  • સિલ્વાસા - 58.43
  • કાકીનાડા - 56.84
  • સેલમ - 56.40
  • વેલ્લોર - 56.38
  • ગાંધીનગર - 56.25
  • ગુરુગ્રામ - 56.00
  • દાવનગેરે - 55.25
  • તિરુચિરાપલ્લી - 55.24
શ્રેષ્ઠ શહેરની યાદી માટે 111 શહેરનો સર્વે કરવામાં આવ્યો હતો. આ પહેલા 2018માં પણ શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. શહેરોની શ્રેષ્ઠતાને ત્રણ માપદંડથી આંકવામાં આવી છે. જેમાં શહેરનો આર્થિક વિકાસ, શહેરની વિકાસની ક્ષમતા અને લોકોના અભિપ્રાયોના આધારે શહેરોની શ્રેષ્ઠતા નકકી કરાઇ છે.