નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતની ત્રણેય સેનાઓ સજજ થઇ રહી છે, એલએસી પર ચીન સતત ભારતને ઉકસાવવાની યોજના બનાવી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતની નૌસેના પણ એલર્ટ મૉડમાં આવી ગઇ છે. રિપોર્ટ છે કે ઇન્ડિયન નેવીએ આરબ સાગરમાં જોરદાર યુદ્ધાભ્યાસ કર્યો છે.


શુક્રવારે ભારતીય નૌસેનાએ એક વીડિયો શેર કરીને આરબ સાગરમાં એન્ટી શિપ મિસાઇલને લૉન્ચ કરીને દુશ્મનના જહાજને તોડી પાડવાનો અભ્યાસ કર્યો હતો. નૌસેના અનુસાર આ મિસાઇલ પરિક્ષણ ભારતીય નૌસેનાના ઓપરેશનલ્સ તૈયારીઓનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે નૌસેના પ્રમુખે આરબ સાગરમાં કેરિયર બેટલ ગૃપની યુદ્ધક તૈયારીઓની જોઇ હતી, જે દરમિયાન મિસાઇલ ફાયરિંગનુ પ્રદર્શન પણ થયુ હતુ.



નૌસેના અનુસાર આ અઠવાડિયે આઇએનએસ પ્રબલ યુદ્ધપોતે એન્ટી શિપ મિસાઇલનુ સફળ પરિક્ષણ કર્યુ, મિસાઇલને સૌથી વધુ દુરી પર લૉન્ચ કરવામાં આવી હતી, અને નિશાન એકદમ સટીક હતુ, જેના કારણે ટાર્ગેટ શિપ સમંદરમાં ડુબી ગયુ, ડુબતા જહાજની એરિયલ વીડિયો ફૂટેજ પણ ઇન્ડિયન નેવીએ શેર કરી હતી.



છ મહિના પહેલાથી જ એટલે કે જ્યારેથી પૂર્વીય લદ્દાખમાં આવેલી એલએસી પર ભારતનો ચીન સાથે તણાવ શરૂ થયો છ, ત્યારથી ભારતીય નૌસેનાએ આખા હિન્દ મહાસાગરમાં ઓપરેશન્લી તૈયારીઓ કરી છે. કોરોના મહામારી, ખરાબ હવામાન અને સમુદ્રમાં આંધી-તોફાન આવવા છતાં ઇન્ડિયન નેવી તમામ યુદ્ધપોતને યુદ્ધ માટે તૈયાર કરી દીધા છે.