મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મુશ્કેલી વધી રહી છે. બાંદ્રા કોર્ટ બાદ હવે અંધેરી કોર્ટમાં તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એક વકીલ કાશિફ અલી ખાને કંગના વિરૂદ્ધ કોર્ટ ગયા છે. કંગના રનૌત પર રાજદ્રોહ અને પોતાના ટ્વીટથી બે ધાર્મિક સમુહોની વચ્ચે વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે.


આ છે આરોપ

અંધેરી કોર્ટમાં વકીલ કાશિફ અલી ખાને દેશમુખે કંગના રનૌત પર રાજદ્રોહ અને પોતાના ટ્વીટથી બે ધાર્મિક સમુદાયોની વચ્ચે વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં કહ્યું છે કે, બોલિવૂડ એક્ટ્રેસ ભારતના જુદા જુદા સમુદાયો, કાયદો અને અધિકૃત સરકારી એકમોનું કોઈ સન્માન નથી કરતી અને તેણએ જિયૂડિસરીની મજાક પણ ઉડાવી છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બાંદ્રા કોર્ટ દ્વારા પોલીસે કંગના રનૌત વિરૂદ્ધ ફરિયાદ નંધવાના આદેશ આપ્યા બાદ પણ તેણે જ્યૂડિસરી વિરૂદ્ધ ‘દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક’ ટ્વીટ પોસ્ટ કરી તેને ‘પપ્પુ સેના’ કહી હતી. આ માલમે આગામી સુનાવણી 10 નવેમ્બરે અંધેરી કોર્ટમાં થશે.

તમને જણાવીએ કે, આ પહેલા બાંદ્રા કોર્ટના આદેશ બાદ બાંદ્રા પોલીસે કંગના અને તેની બહેન વિરૂદ્ધ FIR નોંધી છે અને તેને ધાર્મિક ભાવનાને ભડકાવવાના કેસમાં સમન્સ મોકલી સોમવાર-મંગળવારે બોલાવવામાં આવી છે.