નવી દિલ્હીઃ સૈન્ય સુધારા તરફ મોટું પગલું ભરવાની દિશામાં વર્ષ 2022 સુધીમાં દેશમાં થિયેટર કમાન્ડ બનાવી દેવામાં આવશે. તે સિવાય જમ્મુ કાશ્મીર અને દક્ષિણ ભારત સહિત આખા હિંદ મહાસાગર માટે જલદી એક અલગ જોઇન્ટ કમાન્ડ બનાવવામાં આવશે જે પેનિનસુલા કમાન્ડના નામથી ઓળખાશે. આ જાહેરાત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કરી હતી.
રાવતે કહ્યુ કે દેશની સૈન્યના એકીકરણ માટે દેશમાં બેથી પાંચ થિયેટર કમાન્ડ બનાવવામાં આવશે પરંતુ આ અગાઉ દેશમાં ઓછામાં ઓછા ચાર જોઇન્ટ કમાન્ડ બનાવવામાં આવશે. આ એર ડિફેન્સ કમાન્ડ, પેનિનસુલા કમાન્ડ, જોઇન્ટ ટ્રેનિંગ કમાન્ડ અને જોઇન્ટ લોજિસ્ટિક કમાન્ડ. જેવા આ જોઇન્ટ કમાન્ડ બનીને તૈયાર થઇ જશે દેશની સૈન્યના એકીકરણ માટે થિયેટર કમાન્ડ બનાવી દેવામાં આવશે. આ થિયેટર કમાન્ડમાં ત્રણેય સૈન્ય એટલે કે આર્મી, એરફોર્સ અને નેવી એક સાથે મળીને કામ કરશે.
ભારત અગાઉ ચીન અને અમેરિકા જેવા દેશોમાં અનેક વર્ષોથી થિયેટર કમાન્ડ બની ચૂક્યા છે. ચીનનું એક થિયેટર કમાન્ડ પુરી રીતે ભારતને જોવે છે. એ રીતે અમેરિકાએ આખી દુનિયાને અલગ અલગ કમાન્ડમાં વહેંચી રાખી છે. અને તે અનુસાર, ત્રણેય સૈન્યની તૈનાતી થાય છે.