મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના મઝગાંવ વિસ્તારમાં આવેલા જીએસટી ભવનમાં આગ લાગી હતી. 8 માળની ઈમારતમાં આગ એટલી ભયંકર હતી કે તેના પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની 30 ગાડીઓની મદદ લેવી પડી. આગ લાગતાં જ બિલ્ડિંગમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો ઓફિસ છોડીને બહાર નીકળી ગયા હતા.

ફાયર બ્રિગેડની 30 ગાડીએ ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડના અધિકારીઓએ ફાયર એન્જિન,જંબો વોટર ટેંક, લેડર વ્હીકલની મદદથી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. બિલ્ડિંગમાં કયા કારણોસર આગ લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ ઈમારતના એક હિસ્સામાં કામ ચાલી રહ્યું હતું.


આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ઘટનાની જાણકારી મળતાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવાર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું, જીએસટી ઈમારતમાં નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. જીએસટીના મોટાભાગના ડોક્યુમેન્ટ ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફોરેન્સિક ટીમ તેની તપાસ કરશે.

ICC T-20 રેન્કિંગ થયું જાહેર, કોહલીને લાગ્યો મોટો ફટકો, જાણો કેટલામાં ક્રમે પહોંચ્યો

લ્યો બોલો, રાજકોટના ઝૂમાં બહારથી આવ્યો દીપડો ને હરણનું કર્યું મારણ, જાણો વિગતે

નિર્ભયા મામલોઃ દોષિતો સામે નવું ડેથ વોરંટ થયું જાહેર, આ દિવસે થશે ફાંસી

કેજરીવાલે કરી ખાતાની ફાળવણી, પોતાની પાસે ન રાખ્યો એક પણ વિભાગ, જાણો કોને કયું ખાતું આપ્યું