ચેન્નઇઃ ભારતીય એરફોર્સનું એક વિમાન ગુમ થઇ ગયું છે. લગભગ એક કલાક સુધી એર ટ્રાફિક કંન્ટ્રોલ તરફથી પાયલોટ્સ સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. AN-32 વિમાન ચેન્નઇના તાંબરમ જઇ રહ્યું હતું. જેમાં પાયલોટ્સના 6 લોકો સહિત કુલ 29 મુસાફરો સવાર હતા.


કહેવામાં આવી રહ્યું છે કે વિમાને સવારે સાડા આઠ વાગ્યે ઉડાણ ભરી હતી પરંતુ સાડા 12 વાગ્યે વિમાને સંપર્ક ગુમાવી દીધો હતો. વિમાનની શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. બંગાળની ખાડીમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં નેવીના ચાર જહાજો પણ મોકલી દેવામાં આવ્યા છે.