પીએમએ ગોરખનાથ મંદિરમાં સંબોધન કરતા કહ્યું કે, આ મારું સદભાગ્ય છે કે મને અવૈદ્યનાથજીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી. તે બધા માટે પ્રેરણરૂપ હતા.
આ જગ્યાનું મહત્વ ખાસ છે. ગૌતમ બુદ્ધ, મહાવીર કે કબીર-આ બધાનો એક કે બીજી રીતે આ ધરતી સાથે અજોડ સંબંધ હતો. એક વાર જો કોઈને આ ધરતીની સેવા કરવાનો મોકો મળે તો તે શ્રેષ્ઠ કામ કરી બતાવે.
આ પછી પીએમ મોદીએ એક જાહેર રેલીનું સંબોધન પણ કર્યુ હતું.
આ પછી પીએમ મોદીએ ગોરખપુર ફર્ટીલાઈઝર પ્લાંટ અને AIIMSનો શિલાન્યાસ પણ કરશે. જે બાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ઉત્તરપ્રદેશમાં 2017માં વિધાનસભાની ચૂંટણી થશે, જેની માટે ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે.