ભારતીય વાયુસેનાએ 20, મે મંગળવારના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં પોતાની યુદ્ધ લડવાની તત્પરતાની પુષ્ટી કરી હતી. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં કલાકાર પીયૂષ મિશ્રાનું આઇકોનિક ગીત 'આરંભ હૈ પ્રચંડ હૈ' વાગી રહ્યું છે.

આ વીડિયોમાં ભારતીય વાયુસેનાના તાજેતરના ઓપરેશન્સ અને રણનીતિક પ્રગતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

વીડિયોમાં કહેવામા આવ્યું છે કે ઈન્ડિયન એરફોર્સ હંમેશા દ્રઢ સંકલ્પ સાથે જવાબ આપે છે. વીડિયોમાં ભારતીય વાયુસેનાને 'અદ્રશ્ય, અજેય, અતુલ્ય' અને 'તેજ, ઘાતક' જેવા શબ્દો સાથે હવાઈ શ્રેષ્ઠતા જાળવી રાખવામાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું.

અગાઉ રવિવારે ભારતીય નૌકાદળે એક વીડિયો શેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે: "આપણા કમ્પાસના રૂપમાં સાહસ અને આપણા માર્ગદર્શકના રૂપમાં ફરજ સાથે, #IndianNavy શાંતિનું રક્ષણ કરવા અને તમામ જોખમોનો નાશ કરવા માટે તૈયાર છે."

ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે ઓપરેશન સિંદૂરનો વીડિયો જાહેર કર્યો હતો.

નોંધનીય છે કે અગાઉ  ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો બહાર પાડ્યો હતો. આ વીડિયોમાં સેના પાકિસ્તાનના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપતી જોવા મળે છે. આર્મીએ આ વીડિયો જાહેર કર્યો અને લખ્યું કે અમે આકાશને પૃથ્વીથી બચાવીએ છીએ. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપ્યો અને દુશ્મન ચોકીઓને નષ્ટ કરી દીધી હતી. સેના દ્વારા ઓપરેશન સિંદૂર સંબંધિત વીડિયો સતત શેર કરવામાં આવી રહ્યા છે.

આ 53 સેકન્ડના વીડિયોમાં સેનાની બહાદુરી અને હિંમત સ્પષ્ટ દેખાય છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાઓનો સેના યોગ્ય જવાબ આપી રહી છે. સેનાએ એક વીડિયો જાહેર કર્યો અને લખ્યું, "અમે દુશ્મનોનો નાશ કરવાનું કામ કર્યું." ગયા રવિવારે (18 મે) ઓપરેશન સિંદૂર સંબંધિત એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના મિસાઇલ હુમલાને રોકવા માટે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં જોરદાર વિસ્ફોટો સ્પષ્ટપણે જોઈ શકાય છે.