નવી દિલ્લી: ભારતીય એરલાઈન્સ કંપનીઓએ પાતાના તમામ વિમાન પાયલોટોને ચેતવ્યા છે કે પાકિસ્તાન ઉપરથી ઉડતા દરેક પ્લેનને ઈમરજન્સી લેંડિંગ ન કરાવે. કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં લેંડિંગ ખરાબમાં ખરાબ સમયમાં થવુ જોઈએ, જેમ કે પ્લેનમાં આગ ન લાગી જાય. તેની સિવાય કહેવામાં આવ્યું છે કે ઈમરજન્સી લેંડિંગની જરૂર પડે તો ઓમાન અને યૂએઈના ફ્લાઈટ ઈનફોર્મેશન રીઝનનો સંપર્ક સાંધી શકે છે. એક સિનિયર પાયલોટે આ વિશે વાત કરતાં કહ્યું, ‘અમે પાકિસ્તાનમાં ઈમરજન્સી લેંડિંગ નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ લેખિતરૂપમાં નહીં પરંતુ મૌખિકરૂપમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ઈમરજન્સી લેંડિંગ ત્યારે જ કરાવો, જ્યારે પરિસ્થિતિ ગંભીર હોય. એક અહેવાલ પ્રમાણે, એક મોટી ભારતીય એરલાઈન્સના સીનિયર કમાંડરે જણાવ્યું કે, 9/11 અને 26/11 પછી પાયલોટોને આવા નિર્દેશ આપવામાં આવતા રહ્યા છે. ભારત અને પાકિસ્તાનના સંબંધ બગડવાના કારણે આવા નિર્દેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે (18 સપ્ટેબર) જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાની ઉપર આંતકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 18 જવાન શહીદ થયા હતા. તેના પછી આર્મીએ બૉર્ડર પર સુરક્ષા વધારી દીધી છે. ઘણી જગ્યાઓ પર ઘૂસણખોરીની કોશિશને પણ સેનાના જવાનોએ અસફળ બનાવી છે. ઉરીમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 15 આતંકીઓ પર સેનાએ ફાયરિંગ કર્યું હતું, જેમાં 10 આતંકીઓ ઠાર મરાયા હતા. બાકી 5-6 આતંકીઓ પાછા ભાગી ગયા હતા. ઉરી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ 26-27 સપ્ટેબરની રાત્રે એલઓસી પાર કરીને પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. એ વખતે સેનાએ સાત આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. ભારતના ડીજીએમઓ લે. રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ડીજીએમઓ લે. જનરલ રણબીર સિંહે જણાવ્યું હતું કે ભારતે એલઓસી પાર કરીને આતંકી અડ્ડાઓ ઉપર હુમલો કર્યો છે અને ઘણાં આતંકીઓને ઠાર માર્યા હતા. અને ત્યારપછી થી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ બગડ્યા છે.