નવી દિલ્હીઃ નવો મોટર વ્હીકલ એક્ટર પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થાય. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગૂ નહીં થાય. સીએમ મતાએ કહ્યું કે, આ કાયદો લોકો પર ભાર છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે નિયમોનું પાલન કરી વાહન ચલાવો અને સુરક્ષિત વાહન ચલાવો.


મમતા બેનર્જીએ કહ્યું કે, મોટર વ્હીકલ એક્ટમાં લેવામાં આવેલ નિર્ણય માનવાધિકારોને ધ્યાનમાં રાખતા લેવાવો જોઈએ. રાજ્યમાં ગરીબ લોકો પણ છે. તેમની પાસે ભારે દંડ ચૂકવવા રૂપિયા ક્યાંથી આવશે.

નવા એક્ટ પર મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે પોતાના અધિકારીઓ સાથે આ મામલે વાત કરી છે. અધિકારીઓએ કહ્યું કે, જો અમે આ એક્ટ લાગુ કરીશું તો લોકો પર ભારણ વધશે.

અગાઉ આ કાયદાથી વિપરીત જઈને ગુજરાતમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે અમે દંડની રકમમાં ફેરફાર કરી અને 50 કલમોમાં રકમ ઙટાડી છે.

કેન્દ્ર સરકારનાં આ કાયદા વિશે ગુજરાત પ્રદેશ કૉગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આ કાયદા થકી ભાજપ સરકાર સામાન્ય લોકોને ડરાવી રહી છે. કેન્દ્ર સરકારે દંડની જોગવાઇ ઓછી કરવાના બદલે દંડમાં ૪૦૦ થી ૯૦૦ ગણો વધારો કર્યો છે. ટ્રાફિકના નિયમનું અમલીકરણ થવું જોઇએ. પરંતુ જે રીતે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારે કાયદાને બળજબરી અમલ કરાવી સામાન્ય લોકોને ડરાવી દીધા છે.