નવી દિલ્હીઃ પૂર્વીય લદ્દાખની નજીક આવેલી એલએસી પર ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનની ચાલબાજી સામે ભારતીય આર્મી એક્શન મૉડમાં આવી ગઇ છે, ભારતીય સેનાએ રેજાંગલાની નજીક રેકિન દર્રો પર કબજો કરી લીધો છે. ભારતીય સેના ચીન તરફ આગળ વધતા ઓછામાં ઓછા ચાર કિલોમીટર ગઇ છે. ભારતે આ વિસ્તારમાં બે સામરિક મહત્વની પાસે એટલે કે દર્રો પર પોતાનો અધિકાર જમાવી લીધો છે, રેકિન પાસ અને હૈનાન કૉસ્ટ.



SFFને તૈનાત કરવામાં આવી
હૈનાન કૉસ્ટ પેન્ગોંગ ત્સો લેક નજીક આવેલુ છે (દક્ષિણ બાજુએ). રેકિન દર્રો તિબેટ/ચીનની રેકિંન ગ્રેબિંગ એરિયાની એકદમ નજીક છે. ચુશુલની નજીક લગભગ 10-12 કિલોમીટરની દુર પર છે. આ બધુ હાઇટ્સ પર છે, સ્પેશ્યેલ ફ્રન્ટીયર ફોર્સ (SFF)ને આ વિસ્તારમાં એકદમ નજીકથી તૈનાત કરવામાં આવી છે, જ્યાં પેન્ગોંગ-ત્સો લેકની દક્ષિણમાં તાજા વિવાદ થયો છે. આ વિસ્તારો પર અધિકાર જમાવવામાં SFFની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે, સેનાએ જોકે ઓપરેશનલ-જાણકારી શેર કરવાની ના પાડી દીધી છે.

SFF ફોર્સમાં મોટા ભાગના તિબેટ મૂલના જવાનો હોય છે, આ વિકાસના નામથી પણ ઓળખાય છે. આ પેરા-એસએસની તર્જ પર એક સ્પેશ્યલ ફોર્સ છે. 1962ના યુદ્ધ બાદ ચીન વિરુદ્ધ SFFનુ ગઠન કરવામાં આવ્યુ હતુ, પરંતુ હવે આ એક ક્રેક -યૂનિટની જેમ કામ કરે છે.

વળી, સોમવારે સેનાએ એક અધિકારીક નિવેદન આપીને કહેલુ કે, 29 અને 30 ઓગસ્ટની રાત્રે ચીની સેનાની ઉકસાવવા વાળી મૂવમેન્ટના જવાબમાં ભારતીય સેનાએ પેન્ગોંગ ત્સો લેક દક્ષિણમાં પોતાના સૈનિકોની તૈનાતીને મજબૂત કરી લીધી છે, અને ચીનની જમીન પર યથાસ્થિતિ બદલવાની એકતરફા ઇરાદાને ધ્વસ્ત કરી દીધો છો.