શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ અને અભિભાવકોને પાઠવી શુભેચ્છા
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયા નિશંકે વિદ્યાર્થીઓ અને અભિભાવકોને શુભેચ્છા પાઠવી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં રાખતા જે પણ સુવિધાની જરૂરત પડે જેમ કે ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા જેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) 13 સપ્ટેમ્બરે યોજાશે. ઉલ્લેખનીય છે કે 8.58 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ-મેઇન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે 15.97 લાખ વિદ્યાર્થીઓએ નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
એક અિધકારીના જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડના પ્રવેશ દ્વારે સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. બારકોડ રીડર દ્વારા વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડની ચકાસણી કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતાની સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા ઓથોરિટી દ્વારા માસ્ક આપવામાં આવશે.
ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. ઉપરાંત આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રુપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પરીક્ષા માટે કુલ 8.58 લાક વિદ્યર્થીઓએ રજિસ્ટર કરાવ્યું છે.