નવી દિલ્હીઃ ભારતીય સેનાએ 89 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સેનાએ પોતાના અધિકારીઓ, કર્મચારીઓ અને સૈનિકોને આદેશ કર્યો છે કે, તે પ્રતિબંધ થયેલી 89 એપ્સને પોતાના મોબાઇલમાંથી તરત જ ડિલીટ કરી દે. ન્યૂઝ એજન્સી પ્રમાણે મળેલી માહિતી પ્રમાણે ફેસબુક, ટિકટૉક, ટ્રૂ કૉલર, ઇન્સ્ટાગ્રામ, યુસી બ્રાઉઝર, પબજી સહિતના 89 એપ્સ સામેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એપ્સથી માહિતી લીક થવાની આશંકા છે.




જાણો કઈ કઈ એપ્સ થઈ પ્રતિબંધિત?
મેસેજીંગ પ્લેટફોર્મઃ વીચેટ, ક્યુ ક્યુ, કિક, આઉ વો, નિમ્બૂઝ, હેલો, ક્યુ ઝોન, શેર ચેટ, વાઈબર, લાઈન, આઈએમઓ, સ્નો, ટૂ-ટોક, હાઈક વીડિયો હોસ્ટિંગઃ ટિક-ટોક, લાઈકી, સમોસા, ક્વાલી, કન્ટેન્ટ શેયરિંગ, શેર ઈટ, જેન્ડર, જાપ્યો

વેબ બ્રાઉઝરઃ યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મિની

વીડિયો એન્ડ વાઈલ સ્ટ્રીમિંગઃ લાઈવ મી, બિગો લાઈવ, ઝૂમ, ફાસ્ટ ફિલ્મ્સ, વી મેટ,અપ લાઈવ, વિગો વીડિયો

યૂટિલિટી એપ્સઃ કેમ સ્કેનર, બ્યૂટી પ્લસ, ટ્રુ કોલર

ગેમિંગ એપ્સઃ પબજી, નોનો લાઈવ, ક્લેશ ઓફ કિંગ્સ, ઓલ ટેન્સેન્ટ ગેમિંગ એપ્સ, મોબાઈલ લીજેન્ડ્સ



ઈ કોમર્સઃ ક્લબ ફેક્ટ્રી, અલી એક્સપ્રેસ, ચાઈના બ્રાન્ડ્સ, ગિયર બેસ્ટ, બેંગ ગુડ, મિનિન ધ બોક્સ, ટાઈની ડીલ, ડીએચએચ ગેટ, લાઈટેન ધ બોક્સ, ડીએક્સ, એરિક ડેસ્ક, જોફૂલ, ટીબીડ્રેસ, મોડિલિટી, રોજગલ, શીન, રોમવી

ડેટિંગ એપ્સઃ ટિંડર, ટૂઅલી મેડલી, હેપ્પન, આઈલ, કોફી મીટ્સ બેજલ, વૂ, ઓકે ક્યુપિડ, હિંગ, એજાર, બમ્બલી, ટેનટેન, એલીટ સિંગલ્સ, ટેજેડ, કાઉચ સર્ફિંગ

નોંધનીય છે કે આ પહેલા મોદી સરકારે 29 જુનના રોજ 59 ચીની એપ્સ પર ભારતભરમાં પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં ડેટાના ખતરાને ટાંકવામાં આવ્યો હતો.