નવી દિલ્હીઃ ભારતને પ્રથમ તબક્કામાં ચાર અપાચે હેલિકોપ્ટર મળી ગયા છે. અમેરિકન કંપની બોઇંગ તરફથી તૈયાર કરવામાં આવેલા આ હેલિકોપ્ટરોને દુનિયાના સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. ભારતે બોઇંગ કંપની સાથે 22 AH-64E અપાચે હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો હતો. પ્રથમ તબક્કામાં ચાર હેલિકોપ્ટર ગાજિયાબાદ સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા છે. આગામી સપ્તાહમાં વધુ ચાર હેલિકોપ્ટર ભારત પહોંચશે. બાદમાં આઠ હેલિકોપ્ટર પઠાણકોટ પહોંચાડવામાં આવશે. 2020 સુધીમાં ભારતીય એરફોર્સને તમામ 22 અપાચે હેલિકોપ્ટર મળી જશે.
આ અગાઉ મે મહિનામાં કંપનીએ ભારતને એરિજોનામાં પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપ્યુ હતું. હવે તે હેલિકોપ્ટર સહિત ચાર વિમાન ભારત પહોંચી ચૂક્યા છે. આ હેલિકોપ્ટર એરફોર્સમાં સામેલ થતાં ભારતની દુશ્મનના ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા વધી જશે. અમેરિકન કંપનીનું AH-64 અપાચે દુનિયાભરમાં મલ્ટિરોલ યુદ્ધ હેલિકોપ્ટન તરીકે જાણીતું છે. લાંબા સમયથી અમેરિકન સૈન્યમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેનો ઉપયોગ કરનારા દેશોની સંખ્યામાંસતત વધારો થઇ રહ્યો છે. દુનિયાભરમાં કંપનીએ અત્યાર સુધીમાં 2100 અપાચે હેલિકોપ્ટરની સપ્લાય કરી છે. અમેરિકન સૈન્યમાં પ્રથમવાર 1984માં આ હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવ્યા હતા.ભારતીય સૈન્યમાં અપાચે પ્રથમ એવું હેલિકોપ્ટર છે જે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય સૈન્ય વર્ષોથી રશિયા દ્ધારા નિર્મિત એમઆઇ-35નો ઉપયોગ કરી રહી છે પરંતુ તે હવે નિવૃતિની રાહમાં છે.
ચાર અપાચે હેલિકોપ્ટર ભારત પહોંચ્યા, આતંકી ઠેકાણાઓ પર હુમલા કરવામાં મળશે મદદ
abpasmita.in
Updated at:
27 Jul 2019 05:54 PM (IST)
આ અગાઉ મે મહિનામાં કંપનીએ ભારતને એરિજોનામાં પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપ્યુ હતું. હવે તે હેલિકોપ્ટર સહિત ચાર વિમાન ભારત પહોંચી ચૂક્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -