સેન્ટ્રલ રેલવે અંતર્ગત આવતા મુંબઈ ડિવીઝનમાં ભારે વરસાદના કારણે બે ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે 9 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જેના કારણે હજારો મુસાફરો પ્રભાવિત થયા છે. અમદાવાદ અને પુણે વચ્ચે દોડતી દુરંતો એક્સપ્રેસ 27 અને 28 જુલાઈના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી ગુજરાત આવતી ઘણી ટ્રેનો વિલંબથી દોડી રહી છે. આ ઉપરાંત મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેન પણ મોડી દોડી રહી છે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પીઆરઓના કહેવા મુજબ, અત્યાર સુધીમાં 24 ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. જેમાંથી 7 કેન્સલ કરવામાં આવી છે અને 9નો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફ્લાઇટ નિર્ધારીત સમય કરતાં વિલંબથી ચલી રહી છે.