ઓપરેશન નમસ્તેની જાહેરાત કરતા આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું આ મહામારી સામે લડાઈમાં સરકારી મદદ કરવી તેમનું કર્તવ્ય છે. સેનાએ આ પહેલા પણ તમામ અભિયાનોમાં સેનાએ સફળતાપૂર્વક કામ કર્યું છે અને ઓપરેશન નમસ્તેને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે.
સેના પ્રમુખે કહ્યું કે કોરોના વાયરસ સામેની આ લડાઈમાં સરકાર અને નાગરિકોની મદદ કરવી અમારી જવાબદારી છે. એક સેના પ્રમુખ તરીકે મારી પ્રાથમિકતા છે કે હુ મારા જવાનોને સુરક્ષિત અને ફિટ રાખુ.
આ સિવાય સેના તરફથી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સેનાએ સધર્ન કમાન્ડ, ઇસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, સાઉથ કમાન્ડ તેમજ દિલ્હી મુખ્યાલયમાં કોરોના હેલ્પ લાઇન સેન્ટર બનાવ્યું છે.