પૂર્વ લદ્દાખ નજીક એલએસી પર ચાલી રહેલા તણાવ બાદ હવે અરુણાચલપ્રદેશમાં પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફેસઓફના અહેવાલ છે. છેલ્લા સપ્તાહમાં ચીન નજીક 200 સૈનિકોએ અરુણાચલ પ્રદેશના યાંત્ગસે સેક્ટરમાં લાઇન ઓફ એક્ચુઅલ કંન્ટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ દરમિયાન ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય સેનાએ ચીનના કેટલાક સૈનિકોને બંધક બનાવી લીધા હતા. પરંતુ વિશ્વસનીય સુત્રોએ કહ્યું કે આ ઘર્ષણ કેટલાક કલાકો સુધી ચાલ્યો હતો અને બંન્ને દેશોએ મિલિટ્રી કમાન્ડર્સની બેઠક બાદ મામલાને ઉકેલી લેવામાં આવ્યો હતો.


જાણકારી અનુસાર ચીનની પીએલએ સેનાની બે ટૂકડીઓ એક સાથે ચાંત્ગસે સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી. બંન્ને ટૂકડીઓમાં લગભગ 100-100 સૈનિક હતા. આ દરમિયાન ભારતીય  સેનાની પેટ્રોલિંગ પાર્ટી પણ ત્યાં પહોંચી હતી અને બંન્ને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે આ વાતની જાણકારી મળી નથી કે આ દરમિયાન કોઇ લડાઇ થઇ હતી કે નહીં. એક અહેવાલ અનુસાર ભારતીય સૈનિકોએ કેટલાક ચીની સૈનિકોને બંધક બનાવી લીધા હતા.


બંન્ને દેશોના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણની જાણકારી જેવી મિલિટ્રી કમાન્ડર્સને મળી તેમણે અરુણાચલપ્રદેશના બૂમલા બીપીએમ હટમાં એક બેઠક કરી અને કેટલાક જ કલાકોમાં મામલાને ઉકેલી દેવામાં આવ્યો હતો.


આ ગતિરોધ પર ભારતના રક્ષા સાથે જોડાયેલા વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે, એલએસીના ‘ડિમાર્કેટ’ના કારણે બંન્ને દેશોની સેનાઓનો પોતપોતાનો પરસેપ્શન છે. જેના કારણે આ પ્રકારના ફેસઓફ થઇ જાય છે. સૂત્રોના મતે બંન્ને દેશોની સેનાઓ પોત પોતાની પરસેપ્શનના કારણે પેટ્રોલિંગ કરતી હોય છે. એટલા માટે આ પ્રકારના ગતિરોધ થતા રહે છે. પરંતુ એલએસી પર શાંતિ જાળવી રાખવા માટે બંન્ને દેશોની સેનાઓ વચ્ચે કેટલાક પ્રોટોકોલ છે જેથી સ્થિતિ નિયંત્રણમાં કરવામાં આવે છે.


Petrol Price Today: મોંઘવારીએ માઝા મુકી, આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ભાવનગરમાં પેટ્રોલ 102ને પાર


નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી


તહેવારની સીઝનમાં જ મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલની સાથે હવે ખાદ્ય તેલના ભાવ પણ વધ્યા