ભારતીય સેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ ફાયરિંગ કરીને ભારતીય નાગરિકોને નિશાન ન બનાવે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાની સેનાએ કોઇપણ જાતની ઉશ્કેરણી વગર એલઓસી પર તોપ જેવા હથિયારોથી ભારે ગોળાબારી કરી છે. કૃષ્ણા ઘાટીના કેટલાક વિસ્તારો અને સુંદરબનીમાં ભારતીય ચોકીઓની સાથે અસૈનિક એરિયાને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા મોર્ટાર દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે.
ભારતીય સેનાએ કહ્યું છે કે, અમે વારંવાર કહી રહ્યા છીએ કે એક પ્રોફેશનલ આર્મી હોવાના કારણે નિયંત્રણ રેખા પર રહેતા સામાન્ય નાગરિકોને નુકસાન ન પહોંચાડી શકીએ. ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે. અમે નિયંત્રણ રેખા પર ઇન્ટેલીજન્સ બ્યૂરોની સાથે દેખરેખ રાખી રહ્યા છીએ. અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાન દ્વારા જો કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર નુકસાન પહોંચાડવામાં આવશે તો તેનો આકરો જવાબ મળશે અને ગંભીર પરિણામ ભોગવવું પડશે.
ઈન્દોર સતત ત્રીજી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર, ટોપ-10માં ગુજરાતના બે શહેરોનો સમાવેશ, જાણો વિગત
હોમ ટાઉન રાંચીમાં ધોનીનું કરાયું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો
LOC પર સવારથી જ પાકિસ્તાન તરફથી થઈ રહ્યું છે ફાયરિંગ, લોકોએ કેવી રીતે બચાવ્યો જીવ ? જુઓ વીડિયો