નવી દિલ્લી: LoCની પાસે આર્મી દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું પુરું સમર્થન કરતા કારગિલ યુદ્ધ વખતે રહેલા સેના પ્રમુખ જનરલ (રિટાયર) વીપી મલિકે જણાવ્યું કે, 1999માં પાકિસ્તાન અધિકૃત વિસ્તારમાં ભારતીય સેના પ્રવેશ કરવા માટે તૈયાર હતી, પરંતુ અંતરરાષ્ટ્રીય દબાણના કારણે તે વખતના તત્કાલિક પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીએ રોકી દીધા હતા.

મલિકે જણાવ્યું કે, ‘2 જૂને પ્રધાનમંત્રી વાજપેયીએ આર્મીને સીમા પાર કરવા માટે રોકી દીધા હતા. તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રાએ કહ્યું હતું કે, આજે સીમા પાર કરવાની નથી પરંતુ અમે કાલ વિશે જાણતા નથી. મલિકે વધુમાં કહ્યું હતું કે, જ્યારે તત્કાલીન પીએમ વાજપેયીએ સીમા પાર ન કરવાનો આદેશ આપ્યો ત્યારે અમને ખૂબ દુ:ખ થયું હતું. સેનાને આ આદેશ મળ્યા પછી વાજપેયીએ એક દિવસમાં ત્રણ લાંબી બેઠક કરી હતી. તે વખતે તેમને સીમા પાર કરવાના મુદ્દા પર બાજપેયીને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ બધુ વ્યર્થ સાબિત થયું હતું. આ આદેશ પછી હું અને તમામ સૈનિકો નારાજ હતા. તેના પાછળ ઘણા કારણોમાંથી એક કારણ હતું અંતરરાષ્ટ્રીય સમુદાયનું ભારત પર દબાણ, અને બીજું સામાન્ય ચૂંટણી.

વડોદરામાં સ્વિચ ગ્લોબલ એક્સપો ઈવેંટ દરમિયાન તેમને જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન પર ભારત વિરુદ્ધ આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરીને અમે અંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગવાની જરૂર નથી. ઈવેંટ દરમિયાન એક સવાલના જવાબનો જવાબ આપતા કહ્યું કે, એક સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સુધરવાનું નથી. તેમને કહ્યું હતું કે, અમે તેમની દરેક ચાલ માટે તૈયાર રહેવું પડશે.