નવી દિલ્લીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે ગૌરક્ષકોનો બચાવ કર્યો હતો. અને કહ્યું હતું કે, અસામાજિક તત્વો અને કાયદાનું પાલન કરનાર ગૌરક્ષકો વચ્ચે અંતરને સમજવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે, ગૌરક્ષકોને લઇને છેલ્લા ઘણા મહિના દરમિયાન હિંસાની ઘણી ઘટના બની હતી.
RSSના સ્થાપના દિવસ પર નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધન કરતા સરસંઘચાલકે કહ્યું કે, હિંદુઓ દ્વારા પવિત્ર માનવામાં આવતી ગાયને રક્ષા કાયદાની અંદર રહીને થવી જોઇએ, જે ગૌરક્ષકો આવું કરી રહ્યા છે. તે મહત્વનું કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે , ગૌરક્ષકો સારા લોક છે. દેશમાં ગૌરક્ષકો માટે કાયદો છે. પ્રશાસને ધ્યાન રાખવું પડશે કે, અમુક લોકો એવા હોય છે કે, જે અસામાજિક તત્વ હોય છે. અને તે ક્યારેય ગૌરક્ષકો ના હોઇ શકે. તેમના દ્વારા બેવકુફના બનો, તે લોકોમાં અને ગૌરક્ષકોમાં ફરક હોય છે. તેમને એક સાથે જોડીને ના જોવા જોઇએ.
ગુજરાતમાં કથિત ગૌરક્ષકોએ દલિત યોવાનોના કપડા ઉતારીને માર માર્યો હતો. ત્યાર બાદ જનતામાં ગુસ્સો જોવા મળ્યો હતો. ગુસ્સા બાદ પ્રધાનમંત્ર નરેંદ્ર મોદીએ કહ્યુ હતું કે, ગૌરક્ષકો અસામાજિક તત્વ હોય છે.