નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડની ડોમેસ્ટિક બ્રાન્ચ માટે નાવિ પોસ્ટ માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પદ પર ધોરણ-10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ  www.joinindiancoastguard.gov.in પર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર નાવિકો પદ માટે  ભરતી પ્રક્રિયા 30 ઓક્ટોબર 2019થી શરૂ થશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર 8 નવેમ્બર 2019 અથવા એ પહેલા આ પદ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.


આ પદોની ખાસિયત એ છે કે આ નાવિક પોસ્ટ ઉપર એપ્લાય કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત માંગી છે. આનો મતલબ એ છે કે ધોરણ 10 પાસ ઉમેદવારો પણ આ નોકરી માટે રજિસ્ટ્રેશન કરી શકશે.

નોટિફિકેશન અનુસાર, ઉમેદવારોને આ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જોઇએ. આ સાથે જ 50 ટકા ગુણ હોવા જોઇએ. જેમાં પાંચ ટકાની છૂટ SC, ST ઉમેદવારો અને નેશનલ લેવલની રમતોમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમ ઉપર આપેલા ઉમેદવારોને આપવામાં આવશે.



આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ અને વધુમાં વધુ 22 વર્ષ હોવી જોઇએ. ઉંમરની ગણના 1 એપ્રિલ 2020 સુધી કરવામાં આવશે.

અરજી કરવા માટે તમારે સૌથી પહેલા ઑફિશિયલ વેબસાઇટ joinindiancoastguard.gov.in ઉપર જવાનું રહેશે. અહીં તમે હૉમપેજ ઉપર ‘opportunities’ઉપર ક્લિક કરો. બાદમાં અહીં પહેલા આખું નૉટિફિકેશન વાંચીલો અને પછી ડિટેલ એન્ટર કરો. અહીં તમારે નાવિક પોસ્ટ માટે એન્ટર કરવાનું રહેશે. I Agree બૉક્સ ઉપર ક્લિક કરો. સમગ્ર ફોર્મ ભરી ફોટો અપલોડ કરો. ફી પેમેન્ટ કરો અને પછી પ્રિન્ટ આઉટ કાઢીને રાખી લો.