દિલ્હીમાં પ્રદૂષણને લઈને રાજકારણ ગરમાયું, ભાજપે કહ્યું- કેજરીવાલ સરકાર જવાબદાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Oct 2019 06:10 PM (IST)
રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણથી સાથે રાજકારણ પણ ગરમાયુ છે. ભાજપે વધતા પ્રદૂષણને લઈને કેજરીવાલ સરકારને જવાબદાર ગણાવી છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણથી સાથે રાજકારણ પણ ગરમાયુ છે. ભાજપે વધતા પ્રદૂષણને લઈને કેજરીવાલ સરકારને જવાબદાર ગણાવી છે. જેને લઈને દિલ્હીમાં અશોક રોડથી રાજઘાટ સુધી સાઈકલ યાત્રા કાઢી હતી. આ સાઈકલ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ભાજપના રાજ્યસભા સાંસદ વિજય ગોયલ સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે, દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ માટે મુંખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જવાબદાર છે. ભાજપે કેજરીવાલ સરકારના વિરોધમાં અશોક રોડથી રાજઘાટ સુધી સાયકલ યાત્રાનું આયોજન કર્યુ હતુ. આ યાત્રામાં રાજ્યસભાના સાંસદ વિજય ગોયલ સહિત ભાજપના નેતાઓ પણ સામેલ થયા હતા. વિજય ગોયલે જણાવ્યુ હતુ કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે કોઈપણ પ્રકારનું કામ કર્યુ નથી. જેથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યુ છે. કેજરીવાલ દિલ્હીમાં ઓડ ઈવન જેવી યોજનાઓ લાગૂ કરી રહ્યા છે. પરંતુ ઓડ ઈવનથી પ્રદૂષણ ઓછુ થવાનું નથી.