નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાઘવ મામલે સોમવારે સુનાવણી શરૂ થઈ. સુનાવણી પહેલા આઈસીજેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતી એક રસપ્રદ તસવીર સામે આવી છે. અહીં પાકિસ્તાનના અધિકારી અનવર મંસૂર ખાને જ્યારે હાથ મીલાવવા આગળ કર્યો તો ભારતીય અધિકારી દીપક મિત્તલે તેની સાથે હાથ મીલાવવાની જગ્યાએ શિષ્ટાચાર બતાવતા પોતાના હાથ જોડી દીધા. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વર્તનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભારત પાકિસ્તાનને એકલું પાડવા માટે કોઈપણ મંચ નહીં છોડે.



ઇન્ટરનેશનલ કોર્ટમાં 20 ફેબ્રુઆરીએ બીજા રાઉન્ડમાં પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલા પક્ષ પર ભારત જવાબ આપશે. તો પાકને આ તક 21 ફેબ્રુઆરીએ મળશે, કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે, પાકની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ જાધવનું અપહરણ ઇરાનમાંથી કર્યું હતું.



ઉલ્લેખીય છે કે ઇન્ટરનેશન કોર્ટમાં હરીશ સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાનનો વ્યવહાર અવિશ્વાસ જન્માવે છે, પાકિસ્તાને ભારતીય નાગરિકની ધરપકડ કરી આતંકવાદી અને બલૂચિસ્તાનમાં શાંતિ પેદા કરનાર ભારતીય એજન્ટ ગણાવ્યો છે. પાકિસ્તાને જાધવની ધરપકડ કરી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.