નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની નબળી પડતી લહેરની વચ્ચે તેની ત્રીજી લહેરને લઈને અલગ અલગ વાતો કહેવામાં આવી રહી છે. કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા કરતાં પણ વધારે ભયાનક હશે. જ્યારે કેટલાકનું કહેવું છે કે, ત્રીજી લહેરમાં ચિંતા કરવાની વાત નથી. બીજી બાજુ એસબીઆઈના રિસર્ચ રિપોર્ટમાં ત્રીજી લહેરને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે.
એસબીઈના રિસર્ચ રિપોર્ટમાં ઓગસ્ટમાં ત્રીજી લહેર આવવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે, તેનું પીક સપ્ટેમ્બરમાં હશે. એસબીઆઈનું આ રિસર્ચ ‘કોવિડ-19 : ધ રેસ ટૂ ફિનિશિંગ લાઈન’ના નામથી પલ્બિશ થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈના બીજા સપ્તાહમાં રોજ આવનાર નવા દર્દીની સંખ્યા 10 હજાર સુધી આવી જશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34703 નવા કેસ સામે આવ્યા છે. મોટી વાત એ છે કે દેશમાં 111 દિવસ બાદ આટલા ઓછા કેસ સામે આવ્યા છે.
દેવા તળે ડૂબ્યા પરિવાર, વિતેલા 4 વર્ષમાં 7.2 ટકાનો ઉછાળો
કોરોના મહામારીનો સામનો કરી હેલ દેશવાસીઓની સામ ક ડરામણા સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈ રિસર્ચના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતના પરિવારો દેવા તળે દબાઈ ગયા છે. કોરોના મહામારીને કારણએ લોકોની આવક અને આર્થિક સ્થિતિ પર મોટી અસર થઈ છે અને તેના કારણે પરિવારના સ્તરે દેવું વધ્યું છે.
SBI રિસર્ચના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ 2020-21માં પરિવારનું દેવું જીડીપીના 37.3 ટકા સુધી પહોંચી ગયું છે. જે વિતેલા નાણાંકીય વર્ષ 2019-20માં 32.5 ટકા હતું.
આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, મહામારીની બીજી લહેરને કારણે દેવાનો આ રેશિયો ચાલુ નાણાંકીય વર્ષમાં આગળ વણ વધી શકે છે. આમ તો પારિવારિક દેવાનું સ્તર જુલાઈ 20147માં જીએસટી લાગુ થયા બાદથી વધી રહ્યું છે. આ પહેલા નવેમ્બર 2016માં નોટબંધી લાગુ થઈ હતી.
રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ 2017-18થી ચાર વર્ષમાં પરિવારના દેવાના સ્તરમાં 7.2 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાંકીય વર્ષ 2017-18માં તે 30.1 ટકા હતો જે 2018-19માં વધીને 31.7 ટકા, 2019-20માં 32.5 ટકા અને 2020-21માં ઉછળીને 37.3 ટકા હતો.
જોકે ભારતમાં જીડીપીની તુલનામાં પરિવારનું દેવું અન્ય દેશની તુલનામાં ઓછું છે. બ્રિટેનમાં 90, અમેરિકામાં 79.5, જાપાનમાં 65.3, ચીનમાં 61.7 ટકા છે. જ્યારે મેક્સિકોમાં સૌથી ઓછું 17.4 ટકા છે. પરિવાર પર વધતા દેવાનો મતબલ છે કે તેમનો બચત દર વપરાશ, સ્વાસ્થ્ય પર ખર્ચ વધવાને કારણે ઘટ્યો છે.