નવી દિલ્હીઃ ભારત અને ચીન બોર્ડર પર સતત તણાવ વધી રહ્યો છે, ભારતે આ મામલે મોટી એક્શન લેતા પોતાની તાકાત બતાવવાનુ શરૂ કરી દીધુ છે. પૂર્વી લદ્દાખમાં ચીન સામે ભારતે એટેક હેલિકૉપ્ટરોને તૈનાત કરી દીધા છે.


લદ્દાખ નજીક આવેલી એલએસી પર ભારતે બે લાઇટ કૉમ્બેટ હેલિકૉપ્ટરોને તૈનાત કર્યા છે. ખાસ વાત છે કે, એલસીએચ હેલિકૉપ્ટર્સને હજુ સુધી વાયુસેનામાં વિધિવત રીતે સામેલ નથી કરવામાં આવ્યા, પરંતુ તેને લદ્દાખમાં એર સ્પેસની સુરક્ષામાં લગાવી દેવામાં આવ્યા છે. આ દેશનુ સ્વદેશી હેલિકૉપ્ટર છે.

દેશની પહેલુ સ્વદેશી એટેક હેલિકૉપ્ટર, એલસીએચ (લાઇટ કૉમ્બેટ હેલિકૉપ્ટર)ને હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમીટેડ (એચએએલ)એ તૈયાર કર્યા છે. એચએએલે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, સરહદ પર ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, બે એલસીએચ હેલિકૉપ્ટરોને લેહ સેક્ટરના હાઇ આઇલ્ટટ્યૂડ વિસ્તારોમાં ભારતીય વાયુસેનાના મિશન્સની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે.



ઉલ્લેખનીય છે કે લાઇટ કૉમ્બેટ હેલિકૉપ્ટરોની તૈનાતી, તાજેતરમાં જ સહ વાયુ સેના પ્રમુખ એચ માર્શલ એચએસ અરોડા દ્વારા એક આવુ જ એલસીએચ હેલિકૉપ્ટરના હાઇ આલ્ટિટ્યૂડ લૉકેશનથી ટેક ઓફ કરીને ફોરવર્ડ એરિયામાં એરિયામાં સિમ્યુલેટ કર્યા બાદ કરવામાં આવ્યુ છે. રક્ષા મંત્રાલયે થોડાક સમય પહેલા જ વાયુસેના અને આર્મી 15 એલસીએચ હેલિકૉપ્ટરોની મંજૂરી આપી હતી. આ માટે આરએફપી એટલે કે રિક્યૂસેટ ફોર પ્રૉપોઝલ પણ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ.