ભારતની પ્રથમ સંભવિત કોરોના રસીનું હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ દિલ્હી, પટના, ભુવનેશ્વર, ચંદીગઢ સહિત દેશના 12 જગ્યાએ ચાલી રહ્યું છે. કોવેક્સિન ભારત બાયોટેક, આઈસીએમઆર અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વિરોલોજી(એનઆઈવી)એ સાથે મળીને વિકસિત કરી છે. તેનું મેન્યુફેક્ચરિંગ કંપનીએ હૈદરાબાદની કંપનીમાં કરવામાં આવશે.
ઝાયડસ કેડિલાનો ક્લિનિકલ ટ્રાયલનો બીજો તબક્કો શરુ
ઝાયડસ કેડિલાએ પ્લાઝ્મિડ ડીએનએ વેક્સીન ‘ઝાયકોવી-ડી’નું 6 ઓગસ્ટે બીજા તબક્કાનું ક્લિનિકલ પરીક્ષણ શરુ કરી દીધું છે. કંપનીએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં ક્લિનિકલ પરીક્ષણમાં વેક્સીનનો ડોઝ આપવા પર વોલિન્ટિયર સ્વસ્થ થયા હતા. પરીક્ષણ 15 જુલાઈએ શરુ થયું હતું.
હૈદરાબાદ સ્થિત ભારતીય દવા કંપની અરવિંદો ફાર્મા પણ કોરોનાની રસી પર કામ કરી રહી છે. કંપનીએ ન્યૂમોકોલ કંજુગેટ વેક્સીન (પીસીવી) વિકસિત કરી રહી છે. કંપનીએ પ્રથમ અને બીજા તબક્કાનું અધ્યયને સફળતા પૂર્વક પૂરુ કરી લીધું છે. ત્રીજા તબક્કાનું ક્લીનિકલ ટ્રાયલ ડિસેમ્બર 2020 સુધી શરુ થવાનું અનુમાન છે. અરવિંદો ફાર્માએ કહ્યું કે, વેક્સીન 2021-22ના અંત સુધી રજૂ કરવામાં આવી શકે છે.
આ સિવાય સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને આશા વ્યક્ત કરી છે કે, આ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન તૈયાર થઈ જશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ એસ્ટ્રજેનેકા ઓક્સફોર્ડ વેક્સીન પર કામ કરી રહી છે. જેનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ પરીક્ષણ ચાલી રહ્યું છે. આ રસીનું ભારતમાં ઓગસ્ટમાં માનવ પરીક્ષણ શરુ થઈ શકે છે.