નવી દિલ્લીઃ કોરોનાનો કહેર ક્યારે (Coronavirus Cases India) ઓછો થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે કેમ કે કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. હાલમાં દેશનાં 19 રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતી છે. આ પૈકી ઘણાં રાજ્યોમાં સત્તાવાર રીતે લોકડાઉન (Lockdown) લદાયું છે જ્યારે કેટલાંક રાજ્યોમાં લોકડાઉન શબ્દ વાપર્યા વિના લોકડાઉ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે.


દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે  તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ગયા વરસે લદાયા હતા એવા જ  લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.


આ ઉપરાંત દેશનાં 13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. દેશનાં આ 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે તેનો અર્થ એ કે અહીં સંપૂર્ણ પ્રતિબંધો નથી. લોકોની ભીડ એકઠી થવા પર પ્રતિબંધો   છે જ પણ સાથે સાથે છૂટ પણ છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત આંશિક લોકડાઉન ધરાવતાં રાજ્યોમાં સામેલ છે.


આ રાજ્યોમાં  મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી કોરોનાના કેસોમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં શનિવારે 26,133 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા ને સામે 40,294 લોકો સાજા થયા જ્યારે 682 લોકો મૃત્યુ પામ્યા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 55.53 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આ પૈકી  51.11 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 87,300 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.2૨ લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.


ઉત્તરપ્રદેશમાં શનિવારે 5,964 લોકો કોરોનાના નવા સંક્રમિતા હતા. બીજી તરફ  17,540 લોકો સાજા થયા અને 218 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 16.65 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 15.51 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,978 દર્દીઓએ દજીવ ગુમાવ્યો હતો. અહીં 94,482 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.


દિલ્હીમાં દિલ્હીમાં શનિવારે કોરોનાના 2,260 નવા કેસ નોંધાયા હતા. 6,453 લોકો સાજા થયા અને 182 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 14.15 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 13.60 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 23,013 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 31,308 અહીં સારવાર હેઠળ છે.


મ્યુકોરમાયકોસિસ સ્ટેરોઈડના કારણે નહીં પણ આ દવાના કારણે થાય છે ? મેડિકલ નિષ્ણાતોએ આપી શું ચેતવણી ? 


જો બે-ત્રણ સપ્તાહ સુધી એક જ માસ્કનો ઉપયોગ કરતાં હો તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે મ્યુકોરમાઈકોસિસ