નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે લોકોને કોરોનાથી બચાવવા માટે ડોક્ટરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પંરતુ આ લોકોને બચાવવા માટે ડોક્ટરોએ મોટી કિંમત પણ ચૂકવવી પડી છે. ડોક્ટર ખુદ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમના મોત પણ થયા છે. દેશમાં ડોક્ટરોની સૌથી મોટી સંસ્થા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 513 ડોક્ટરોના મોત થયા છે.


ડોક્ટોરના મોતના સાથે જોડાયેલ લેટેસ્ટ આંકડા બહાર પાડતા આઈએમએએ કહ્યું કે, ડોક્ટરોના સૌથી વધારે મોત રાજધાની દિલ્હીમાં થયા છે. દિલ્હીમાં કોરોનાની બીજી લહેરને કારણે 103 ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે બિહારમાં 96 ડોક્ટોરના મોત થયા છે. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાં 41 ડોક્ટરોના કોરોનાને કારણે મોત થયા છે. તેની સાથે જ રાજસ્થાનમાં 29 અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઝારખંડના એમ દરેક રાજ્યમાં 29 ડોક્ટોરના મોત થયા છે.


જણાવીએ કે, કોરોના સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે તેમ છતાં વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત લોકોની યાદીમાં ભારત બીજા સ્થાને આવી ગયું છે. અહીં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 71 લાખ 22 હજાર 158થી વધારે કોરોના સંક્રમિત સામે આવ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.  



  • કુલ કેસ- બે કરોડ 71 લાખ 57 હજાર 795

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816

  • કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591

  • કુલ મોત - 3 લાખ 11 હજાર 591


20 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 06 લાખ 62 હજાર 456 ડોઝ આપવામાં આવ્યા છે.


કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 33,48,11,496 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 25 મે ના રોજ 22,17,320 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.