મહારાષ્ટ્રમાં મુંબઈ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધીમાં 12142 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 462 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 3470 લોકો સ્વસ્થ થયા છે.
મહારાષ્ટ્ર વધી રહેલા કેસને લઈને શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વીકાર કર્યો કે વાયરસને નિયંત્રિત કરવામાં આવ્યો છે પરંતુ શ્રૃંખલા ચેઈન તોડવામાં રાજ્ય અત્યાર સુધી સફળ નથી થયું.
તેમણે કહ્યું લોકડાઉન 17 મે બાદ વધારવામાં આવશે કે નહી એ તેના પર નિર્ભર કરે છે કે લોકોએ અનુશાસન બતાવ્યું અને કેટલા નિયમોનું પાલન કર્યું. ઠાકરેએ કહ્યું, એક દિવસે આપણે આ લોકડાઉનમાંથી બહાર નિકળવું જ પડશે. આપણે હંમેશા આ રીતે ન રહી શકીએ. પરંતુ તેમાંથી જલ્દી નિકળવા માટે તમારે નિયમોનું પાલન કરવું પડશે.