નવી દિલ્હી: ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો કરવા કલાવરી ક્લાસ સબમરીન INS ખંડેરી નૌસેનામાં સામેલ થઈ ગઈ છે. INS ખંડેરીને 19 સપ્ટેમ્બરે નૌસેનાને સોંપવામાં આવી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે મુંબઈમાં તેનું કમિશનિંગ કરી હતી.

રાજનાથ સિંહે  કહ્યું કે હવે દુશ્મનને પહેલા કરતા મોટો ઝટકો આપવા સક્ષમ છે,  પાકિસ્તાને સમજી જવું જોઈએ કે આઈએનએસ ખંડેરી દ્વારા અમે જરૂરત પડવા પર તેના હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. તેમણે કહ્યું કે આ ખુબજ ગર્વની વાતછે કે ભારતે એ દેશોમાંથી જે જે પોતાની સબમરીનનું નિર્માણ જાતે કરી શકે છે.


ઉલ્લેખનીય છે કે આઈએનએસ ખંડેરી ભારતની બીજી સ્કોર્પિયન-ક્લાસની મારક સબમરીન છે. જે P-17 શિવાલિક કેટેગરીના યુદ્ધજહાજ સાથે નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આ સબમરીન 67.5 મીટલ લાંબી, 12.3 મીટર ઉંચી અને વજન 1565 ટન. તેમાં લગભગ 11 કિલોમીટર લાંબી પાઈપ ફિટિંગ છે અને લગભગ 60 કિલોમીટરનું કેબલ ફિટિંગ કરવામાં આવી છે. સ્પેશિયલ સ્ટીલથી બનાવેલી આ સબમરીનમાં હાઈ ટેન્સાઈલ સ્ટ્રેન્થ છે. જે પાણીમાં વધુ ઊંડે જઈને પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. ખંડેરી 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે. સ્ટીલ્થ ટેક્નોલોજીના કારણે તે રડારની પકડમાં પણ નહીં આવે અને કોઈપણ સીઝનમાં કામ કરવા સક્ષમ છે.