નવી દિલ્હીઃ ભારતીય રેલવેને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં ફસાયેલા મજૂરો અને નાગરિકોને તેમના વતનમાં પહોંચાડવા સૌથી પહેલા રેલવેએ સેવા શરૂ કરી હતી. આ દરમિયાન ભારતીય રેલવેએ મોટી ઉપલબ્ધિ મેળવી છે. ભારતીય રેલવે દ્વારા 1 જુલાઈના રોજ ચલાવવામાં આવેલી તમામ ટ્રેન સમયસર તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી.


100 ટકા સફળતા

ભારતીય રેલવેએ 1 જુલાઈના રોજ 201 ટ્રેન ઓપરેટ કરી હતી. આ દરમિયાન તમામ ટ્રેન સમયસર ઉપડી હતી અને એકદમ નિર્ધારીત સમય પર ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. કુલ મળીને ટાઈમિંગ મામલે રેલ વિભાગે 100 ટકા સફળતા હાંસલ કરી છે.



ભારતીય રેલવેના ઈતિહાસમાં પહેલા આવી સફળતા મળી નહોતી. જોકે, 23 જૂને પણ રેલવે લગભગ નિર્ધારતી સમય પર સંચાલિત કરી હતી. પરંતુ આ દરમિયાન 99.54% ગાડી જ સમયસર ગંતવ્ય સ્થાન પર પહોંચી શકી હતી.

ભારતીય રેલવેનું ટાઈમિંગને લઈ હંમેશા નામ ખરાબ રહ્યું છે. મોટાભાગની ટ્રેનો મોડી પડવી સામાન્ય વાત છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી રેલવે વિભાગે ખૂબ મહેનત કરીને લગભગ તમામ ટ્રેનો સમયસર દોડાવી છે. ટ્રેન મોડી પડવાના કલાકમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.