ભારતીય રેલવે રાખશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન, હવે ટ્રેનમાં મળશે ‘તુલસી નીર’
abpasmita.in
Updated at:
12 Sep 2016 07:51 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: હવેથી ભારતીય કરેલવે ટ્રેનમાં તુલસી જળ ઉપલબ્ધ કરાવશે. ખસખસ, ફુદીના અને ગુલાબની મહેકવાળુ પાણી પીવા મળી શકે છે. લઘુ ઉદ્યોગ મંત્રાલયે આ સંબંધમાં રેલવે મંત્રાલય સાથે ઔપચારિક વાતચીત પૂરી કરી છે. જો કે રેલવે વિભાગને એ ડર છે કે ભારતમાં તુલસીને પવિત્ર જળ માનવામાં આવે છે તેવામાં તુલસી પર રાજનીતિ શરૂ ના થઈ જાય. રેલવેની યાત્રા દરમિયાન તમે જે મીનરલ વોટર ખરીદો છો તે હવે જલ્દીથી ખુશબુદાર બનાવીને ઉપલબ્ધ કરાવાશે. આ પાણી માત્ર ખુશ્બુદાર જ નહીં પરંતુ સ્વાસ્થય માટે પણ ફાયદાકારક હોવાનું રેલવે વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -