નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલ લોકડાઉનની વચ્ચે ભારતીય રેલવેએ કેટલાક રૂટ પર ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ કહ્યું કે, અમારી યોજના 15 મેથી તબક્કાવાર રીતે પ્રવાસી ટ્રેન શલૂ કરવાનો છે. શરૂઆતમાં 15 ટ્રેન (અપ એન્ડ ડાઉન મળીને 30 ટ્રેન) ચલાવવાની છે. તેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ જરૂરિયાતમંદ લોકો જ પ્રવાસ કરી શકશે.


રાજધાનીવાળું લાગશે ભાડુ- સૂત્ર

11 મે સાંજે ચાલ કલાકથી ઓનલાઈન રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર માત્ર એસી ટ્રેન ચાલશે અને રાજધાનીવાળુ ભાડુ લાગશે. જેને કન્ફર્મ ટિકિટ મળશે તે જ પ્રવાસ કરી શકશે. મજૂરો માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલતી રહેશે.

જાણકારી પ્રમાણે સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર પર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી જ કરવામાં આવશે.

રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વીટ ઉપર લખ્યું છે રેલવે વારાફરતી પેસેન્જર ટ્રેન ચાલુ કરવાનું વિચારી રહી છે. જેને 12 મેથી શરૂ કરશે. શરુઆતમાં 15 સ્પેશિયલ ટ્રેન ચાલું કરવામાં આવશે. આ ટ્રેન નવી દિલ્હીથી શરૂ થશે અને દેશના અલગ અલગ સ્ટેશનો સુધી જશે.

ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

કોઈપણ મુસાફરને યાત્રા દરમિયા કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે યાત્રીઓને ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટેશન ઉપર દરેક યાત્રીઓને ડિપાર્ચર દરમિયાન સ્ક્રીનિંગથી પસાર થવું પડશે. યાત્રીઓમાં સંક્રમણનું કોઈપણ લક્ષણ નહીં હોય તો જ યાત્રીઓને મંજૂરી આપવામાં આવશે.

કયા રૂટ ઉપર ચાલશે ટ્રેન?

રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી અગલતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.

વધુમાં ટ્રેન રવાના થાય તે સમયે પ્રવાસીઓએ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે અને માત્ર કોરોનાના લક્ષણ ન હોય તેવા જ પ્રવાસીઓને ટ્રેનમાં જવાની મંજૂરી અપાશે. ભારતીય રેલવે કોરોના વાઈરસ કેર સેન્ટર્સ માટે ૨૦,૦૦૦ જેટલા કોચને અનામત રાખ્યા પછી ઉપલબ્ધ કોચના આધારે નવા માર્ગો પર વધુ વિશેષ સેવાઓ શરૂ કરશે. આ સિવાય રેલવે વધારાની શ્રમિક વિશેષ ટ્રેન તરીકે ૩૦૦ ટ્રેનના સંચાલન માટે પણ અલગથી કોચ ફાળવશે.