IRCTCની વેબસાઈટ પર મુસાફરો ટિકિટ બુક કરાવી શકે છે. આ ટ્રેન સેવામાં જન શતાબ્દી ટ્રેનો, સંપર્ક ક્રાંતિ, દુરંતો એક્સપ્રેસ અને અન્ય નિયમિત પેસેન્જર ટ્રેન સામેલ છે. આ ટ્રેનોમાં અનરિઝર્વ કોચ રહેશે નહીં.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘રેલવે દ્વારા એક જૂનથી 200 નોન એસી ટ્રેનોની શરૂ કરવામાં આવશે. જે સમય સારણી પ્રમાણે દોડશે. યાત્રીઓ આ ટ્રેનો માટે માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ સેવાઓ શરૂ થવાથી નાગરિકોને મોટી રાહત મળશે. ’