સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,12,359 પર પહોંચી છે. 3435 લોકોના મોત થયા છે અને 45,299 લોકો સાજા થઈ ગયા છે. હાલ 63,624 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 1390, ગુજરાતમાં 749, મધ્યપ્રદેશમાં 267, દિલ્હીમાં 176, આંધ્રપ્રદેશમાં 53, આસામમાં 4, બિહારમાં 10, ચંદીગઢમાં 3, હરિયાણામાં 14, હિમાચલ પ્રદેશમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 18, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 41, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 6, પુડ્ડુચેરીમાં 1, પંજાબમાં 38, રાજસ્થાનમાં 147, તમિલનાડુમાં 87, તેલંગાણામાં 40, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 127 અને પશ્ચિમ બંગાળમાં 253 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 39,297 પર પહોંચી છે. તમિલનાડુમાં 13191, ગુજરાતમાં 12537, દિલ્હીમાં 11088, રાજસ્થાનમાં 6015, મધ્યપ્રદેશમાં 5735, ઉત્તરપ્રદેશમાં 5175, આંધ્રપ્રદેશમાં 2602, પંજાબમાં 2005, તેલંગાણામાં 1661, પશ્ચિમ બંગાળમાં 1403 સંક્રમિતો નોંધાયા છે.