રેલવે સ્ટેશનો પર મુસાફરો મેકડોનાલ્ડ્સ, કેએફસી અને પિઝા હટ જેવી લોકપ્રિય બ્રાન્ડના ફૂડ્સ આનંદ માણી શકશે. આ માટે રેલવે બોર્ડે તેની કેટરિંગ નીતિમાં સુધારો કર્યો છે. લોકપ્રિય બ્રાન્ડ્સના આઉટલેટ્સ શરૂ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, જેનાથી મુસાફરોને રેલવે સ્ટેશનો પર વધુ ફૂ઼ડ્સના વિકલ્પો મળશે.
રેલવે કેટરિંગ નીતિ 2017 અનુસાર, રેલવે સ્ટેશનો પરના સ્ટોલને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. ચાના સ્ટોલ, મિલ્કના બાર અને જ્યુસ બાર. આ સ્ટોલ પર પીણાં, હળવો નાસ્તો આપવામાં આવતો હતો. હવે, કેટરિંગ નીતિમાં પ્રીમિયમ બ્રાન્ડ આઉટલેટ કેટેગરીનો સમાવેશ કરવા માટે સુધારો કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ માટે ઈ-ઓક્શન દ્વારા આઉટલેટ્સ ફાળવવામાં આવશે. આ ફેરફારથી મેકડોનાલ્ડ્સ, કેએફસી અને પિઝા હટ જેવી લોકપ્રિય બ્રાન્ડના આઉટલેટ્સ રેલવે સ્ટેશનો પર ખોલવાની મંજૂરી મળશે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCT) ઇ-કેટરિંગ દ્વારા ટ્રેનોમાં મુસાફરોને તેમની સીટ પર લોકપ્રિય કંપનીનું ફૂડ્સ પૂરું પાડે છે. હવે, આ વિકલ્પ રેલવે સ્ટેશનો પર પણ ઉપલબ્ધ થશે. અધિકારીઓ કહે છે કે આનાથી સ્ટેશનો પર ક્વોલિટી ફૂડ્સ ઉપલબ્ધ થશે તેની ખાતરી થશે.
આઉટલેટ્સ કેવી રીતે શોધવી?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ મુખ્ય બ્રાન્ડ્સ રેલવે સ્ટેશનો પર જગ્યા કેવી રીતે મેળવશે? આ ફાળવણી ઈ-હરાજી દ્વારા કરવામાં આવશે. બ્રાન્ડ્સને પાંચ વર્ષનો સમયગાળો આપવામાં આવશે. વધુમાં, જે પ્રદેશમાં આઉટલેટ્સ ખોલવામાં આવશે ત્યાં આ બ્રાન્ડ્સની માંગને ધ્યાનમાં લેવામાં આવશે. ઝોનલ રેલવે નક્કી કરશે કે કયા રેલવે સ્ટેશનોને આ આઉટલેટ્સની સૌથી વધુ જરૂર છે.
રિઝર્વેશન નીતિને અસર થશે નહીં
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે નોમિનેશનના આધારે નવી પ્રીમિયમ બ્રાન્ડ્સ ફાળવવામાં આવશે નહીં.
ચાર પ્રકારના સ્ટોલ
હવે, રેલવે સ્ટેશનો પર ત્રણને બદલે ચાર પ્રકારના સ્ટોલ જોવા મળશે. અગાઉ, ભારતીય રેલવેએ બધા સ્ટોલને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કર્યા હતા. હવે ચોથી શ્રેણી ઉમેરવામાં આવી રહી છે. હાલમાં શ્રેણીઓ પીણાં અને નાસ્તા, ચાના સ્ટોલ અને મિલ્ક બાર અને જ્યુસ બાર હતી. ચોથી શ્રેણી પ્રીમિયમ બ્રાન્ડ કેટરિંગ આઉટલેટ્સ ઉમેરવામાં આવી રહી છે.