નવી દિલ્હી: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પુરો થયા પછી દેશની બીજી બુલેટ ટ્રેન દિલ્હી-વારાસણીની વચ્ચે દોડશે. આ બન્ને શહેરોની 782 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનથી માત્ર 2 કલાક 40 મિનિટમાં કપાઈ જશે. પરંતુ હાલ આ ટ્રેક ઉપર ચાલી રહેલી ટ્રેન 10થી 14 કલાકનો સમય લે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન વર્ષ 2023 સુધીમાં શરૂ થઈ જશે.


મીડિયા અહેવાલ પ્રમાણે, આ કૉરીડોર માટે એક સ્પેનિશ ફર્મની સાથે વાતચીત ચાલી રહી છે. ફર્મ કૉરિડોર માટે ડિટેલ રિપોર્ટ નવેમ્બર સુધી સરકારને સોંપી દેશે. આ ટ્રેન લખનઉ થઈને વારાણસી જશે.