નેશનલ સ્પેસ એજન્સીના મિશન રેડીનેસ રિવ્યૂ કમિટિ અને લૉંચ ઓથોરાઈઝેશન બોર્ડના અધિકારીઓએ ગત રાત્રે એક બેઠક બાદ કાઉંટડાઉનની મંજૂરી આપી હતી.
બુધવારે સવારે 9:26 કલાકે પીએસએલવી સી 34ના માધ્યમથી આ સેટેલાઈટ્સને એક પછી એક 505 કિમીએ સૂર્યની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
આ સેટેલાઈટમાં કાર્ટોસેટ-2 સિરીઝ, બે ભારતીય વિદ્યાર્થીઓના સેટેલાઈટ અને યુએસ, કેનેડા, જર્મની અને ઈંડોનેશિયા જેવા વિદેશી કસ્ટમર માટે 17 નેનો-માઈક્રો સેટેલાઈટ્સનો સમાવેશ થાય છે.
ભારતીય લૉંચ વેહિકલ દ્વારા એક સાથે સૌથી વધુ સેટેલાઈટ એક સાથે સ્પેસમાં મોકલવાનું આ પહેલુ મિશન છે.
આવા પ્રયોગોને કારણે ભવિષ્યમાં સિંગલ મિશનમાં વધુ સેટેલાઈટ મૂકવામાં ઈસરોને વધુ સમર્થ બનાવશે.