નવી દિલ્હી: સીરમ ઈન્સસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું સરકાર બહુ જલ્દી કોરોના વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, સીરમ ઈન્સટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે કંપનીએ વેક્સિનના આશરે 50 મિલિયન ડોઝ તૈયાર કર્યા છે.


ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને એસ્ટ્રાજેનેકા મળી કોરોના વેક્સિન બનાવી રહી છે. ઑક્સફોર્ડે રસી માટે ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યા છે.

આ પહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસને અટકાવવા વેક્સિનને જાન્યુઆરીમાં બઝારમાં ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રો મુજબ, ભારતીય ઔષધ નિયામકની નજર બ્રિટનના ઓષધ નિયામક પર છે જે ઑક્સફોર્ડ દ્વારા નિર્મિત કોવિડ-19 વેક્સિનને જલ્દી મંજૂરી આપી શકે છે.

ભારત બાયોટેક, સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ફાઈઝરે આ મહીનાની શરૂઆતમાં પોતાના કોવિડ19 વેક્સિના ઈમરજન્સી ઉપયોગ માટે ડીસીજીઆઈને આવેદન આપ્યું હતું. ફાઈઝર નિર્મિત વેક્સિનને બ્રિટન, અમેરિકા અને બહેરીન સહિત અનેક દેશ મંજરૂ આપી ચૂક્યા છે.