Indore News, ઇન્દોરમાંથી એક વિચિત્ર મોતનો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક બિમાર શખ્સે ઇલાજ કરવા માટે યુટ્યૂબની મદદ લીધી અને ઇલાજ કરતા જ તેનુ મોત થઇ ગયુ હતુ. માહિતી પ્રમાણે, અહીં ડ્રાઇવર ધર્મેન્દ્ર કરોલેનું દૂધીનો જ્યૂસ પીવાથી મોત થઇ ગયુ હતુ. તેના હાથમાં દુઃખાવો થતો હતો, તો તેને યુટ્યૂબ પર સર્ચ કરીને તેના ઇલાજનો વીડિયો શોધ્યો, તેને જોયા બાદ તે ખુદ જંગલમાં જઇને દૂધી લઇને આવ્યો અને તેનો જ્યૂસ બનાવીનને પીધો હતો. જોકે, બાદમાં તેનુ મોત થઇ ગય હતુ.
હાલમાં પોલીસે મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે, અને આગળની તપાસ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ દૂધી ઝેરીલી હોઇ શકે છે.
વિજયનગર પોલીસ અનુસાર, મૃતકનુ નામ ધર્મેન્દ્ર પુત્ર નાનૂ રામ કરોલે છે. તે મૂળ ખંડવા નિવાસી છે, અને થોડાક વર્ષો પહેલા જ સ્વર્ણબાગમાં કરોલીમાં રહેવા આવ્યો હો. તેના બે બાળકો પણ છે. તેના એક મિત્રએ બતાવ્યુ કે તેને છેલ્લા કેટલાક સમયથી હાથમાં દુઃખાવો થઇ રહ્યો હતો, અને બે દિવસ પહેલા જ તેને યુટ્યૂબ પર તેનો ઇલાજ શોધ્યો હતો, તેને વીડિયો જોઇને ઇલાજ કરવાનું શરૂ કર્યુ હતુ.
મૃતકના પરિવારજનોએ કહ્યું કે, થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રને હાથમાં વાગ્યું હતું. જેને કારણે તેને ઘણો દુખાવો થતો હતો. તેણે પોતાના વિસ્તારના એક ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો, પરંતુ તેને સારું ન થયું. ત્યાર પછી ધર્મેન્દ્રએ યુટ્યુબમાં તેનો ઈલાજ સર્ચ કર્યો. તેને એક વીડિયો મળ્યો, જેમાં જંગલી દુધીનું જ્યુસ પીવાથી શરીરમાં કોઈ પણ દુઃખાવો હોય તેમાં રાહત મળે તેવું જણાવવામાં આવ્યું હતું.જ્યૂસ પીધા પછી ઝાડા-ઊલટી થઈ ગયાધર્મેન્દ્ર પોતે મંગળવારે બપોરે જંગલી દૂધી લાવ્યો હતો. એનો જ્યૂસ કાઢી પીધો. તેના પછી તેને ઝાડા-ઊલટી થઈ ગયા હતા.
તબિયત વધારે બગડતા તેને ગીતા ભવનમાં પ્રાઈવેટ હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, પરંતુ તબીિયત વધારે બગડતા ડૉક્ટરોએ તેને બીજી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. ત્યારે તેને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.માતા-પિતા અને ભાઈ ગામમાં રહે છે.