નવી દિલ્હીઃ બોર્ડર પર ચીન સાથે તણાવ વચ્ચે આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ ફાઇટર જેટ રાફેલ ભારતીય એરફોર્સમાં સામેલ થશે. અંબાલા એરફોર્સ સ્ટેશન પર એક સમારોહમાં રાફેલ ઔપચારિક રીતે ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થશે.


આ અવસર પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના સશસ્ત્ર સેનાઓના મંત્રી ફલોરેન્સ પાર્લે પણ સામેલ થશે. બંન્ને કાર્યક્રમના મુખ્ય અતિથિ રહેશે. તે સિવાય સીડીએસ વિપિન રાવત, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા, રક્ષા સચિવ ડોક્ટર અજય કુમાર, રક્ષા વિભાગ (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)ના સચિવ ડોક્ટર જી સતીશ રેડ્ડી અને ડીઆરડીઓના ચેરમેન સામેલ રહેશે.



નોંધનીય છે કે 27 જૂલાઇ 2020ના રોજ ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ ફાઇટર જેટ એરફોર્સના 17મા સ્ક્વોડ્રન ગોલ્ડ઼ન એરોજનો હિસ્સો બનશે. નોંધનીય છે કે ફ્રાન્સથી ડિફેન્સ સેક્ટરનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે.