ઓક્ટોબર મહિનામાં ઔધોગિક ઉત્પાદન 3.8 ટકા ઘટી ગયું હતું. આ રીતે સપ્ટેમ્બર મહિનામાં 4.3 ટકા અને ઓગસ્ટ મહિનામાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો. નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એપ્રિલથી નવેમ્બર મહિનામાં ઔધોગિક ઉત્પાદન સૂચકાંકમાં 0.6 ટકા વૃદ્ધિ રહી હતી જ્યારે 2018-19માં આ દરમિયાન પાંચ ટકાનો વધારો થયો હતો.
આંકડાઓ અનુસાર ઉત્પાદન સેક્ટરનો ગ્રોથ 2.7 ટકા થઇ ગયો છે જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો માઇન 2.1 ટકા હતો. જ્યારે નવેમ્બરમાં માઇનિંગ આઉટપુર નેગેટીવ 8 ટકાથી વધીને 1.7 ટકા થઇ ગયો હતો. ગુડ્સ આઉટપુટની વાત કરીએ તો એ માઇનસ 0.3 ટકા હતો.