નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી મામલે દિલ્હી પોલીસે શુક્રવારે જણાવ્યું કે હિંસમાં સામેલ નવ વિદ્યાર્થીઓ ઓળખ થઈ ગઈ છે. જેમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત નવ લોકોના નામ સામેલ થે. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું કે આ મામલાને લઈને ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે જેએનુ હિંસા મામલે અત્યાર સુધી ત્રણ કેસ નોંધાયા છે. તેની સાથે પોલીસે તસવીર પણ શેર કરી છે, જેમાં બે સંદિગ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છે અને સાત લેફ્ટ સાથે જોડાયેલા છે.


પોલીસે જણાવ્યું કે કેટલાક વ્હોટ્સએપ ગ્રુપ પણ મળ્યા છે. વાયરલ ફોટો અને વીડિયોની મદદથી લોકો સાથે પૂછપરછ બાદ કેટલાક લોકોની ઓળખ થઈ છે જેમાં આઈશી ઘોષ, સિવાય ડોલન, સુચેતા, તાલુકદાર, યોગેન્દ્ર ભારદ્વાજ, વિકાસ પટેલ, ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, ભાસ્કર, સુશીલ કુમાર અને પ્રિયા રંજનના નામ સામેલ છે. યોગેન્દ્ર ભારદ્વાજ યૂનિટી અગેસ્ટ લેફ્ટ વોટ્સએપ ગ્રુપના એડમિન છે. પોલીસે કહ્યું અત્યાર સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.



ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જૉય ટિર્કીએ કહ્યું કે 1થી 5 જાન્યુઆરી વચ્ચે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હતું, તેના માટે ઓનલાઈન પોર્ટલ ખોલવામાં આવી. તેના માટે 300 રૂપિયા ફી હતી. ચાર વિદ્યાર્થી સંગઠનો તેની વિરુદ્ધ હતા. જેમાં એસએફઆઈ, એસઆઈએસએફ, એઆઈએસએ અને ડીએએસએફના નામ સામેલ છે.


ડીસીપીએ કહ્યું કે ગત વર્ષે 28 ઓક્ટોબરથી જ ચારેય વિદ્યાર્થી સંગઠન રજિસ્ટ્રેશન વિરુદ્ધ હતા. તેઓ વિદ્યાર્થીઓને ડરાવી ધમકાવી રહ્યાં હતા. પોલીસે કહ્યું કે તપાસ દરમિયાન જાણકારી મળી કે મોટી સંખ્યામાં વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરવાના હતા પરંતુ આ ચાર વિદ્યાર્થી સંગઠનો તેમ નહોતા કરવા દેવાના.

ત્રણ જાન્યુઆરીએ એક વાગ્યાની આસપાસ વિદ્યાર્થી સંગઠનોના કેટલાક લોકોએ સર્વરને બંધ કરી દીધું હતું. ચાર જાન્યુઆરીએ સર્વરમાં તોડફોડ કરી હતી. 5 તારીખે સાડા અગિયાર વાગ્યે મારપીટ થઈ હતી અને પોણા ચાર વાગ્યે ફરી ઝગડો થયો હતો.