Parliament Budget Session: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ અને તેના પર થતા ખર્ચની ચર્ચા વારંવાર થતી રહે છે. કેન્દ્ર સરકારે આ અંગેના આંકડા સંસદમાં રજૂ કર્યા છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ વિદેશયાત્રા અંગે મહત્વની જાણકારી આપી છે.


આ અંગે ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, તેમણે ગૃહમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019થી અત્યાર સુધીમાં 21 વિદેશ યાત્રાઓ કરી છે, જેના પર 22.76 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસોની વિગતો પણ આપી અને કહ્યું, "રાષ્ટ્રપતિએ વર્ષ 2019 થી અત્યાર સુધીમાં 8 વિદેશ પ્રવાસો કર્યા છે, જેના પર 6.24 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારે 2019થી રાષ્ટ્રપતિના પ્રવાસ માટે 6,24,31,424 રૂપિયા, વડાપ્રધાનના પ્રવાસ માટે 22,76,76,934 રૂપિયા અને વિદેશ મંત્રીના પ્રવાસ માટે 20,87,01,475 રૂપિયા ખર્ચ્યા છે.


જાણો કોણે કેટલી વિદેશ યાત્રાઓ કરી?


મુરલીધરને કહ્યું કે વર્ષ 2019થી રાષ્ટ્રપતિએ 8 વિદેશ યાત્રાઓ કરી, જ્યારે વડાપ્રધાને 21 અને વિદેશ મંત્રી એસ જયશંકરે 86 વિદેશ યાત્રાઓ કરી. 2019 થી, વડા પ્રધાન મોદી ત્રણ વખત જાપાન, બે વાર યુએસ અને એક વખત સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિની આઠમાંથી આઠ મુલાકાત રામનાથ કોવિંદે કરી હતી જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયા સપ્ટેમ્બરમાં યુકેની મુલાકાત લીધી હતી.


પીએમ નરેન્દ્ર મોદીની સંભવિત યુએસ મુલાકાત


આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, અમે આવા મીડિયા અહેવાલો પર ટિપ્પણી કરી શકતા નથી. અમે યોગ્ય સમયે ઉચ્ચ સ્તરીય મુલાકાતની જાહેરાત કરીશું. આ સમયે, મને કોઈ ચોક્કસ તારીખો અથવા પ્રવાસ વિશે ખબર નથી. જેમ તમે જાણો છો ત્યાં યાત્રાઓ ચાલી રહી છે. બાગચીએ કહ્યું, 'એટલે જ મારે અગાઉથી કશું કહેવું ન જોઈએ. મેં આવા અહેવાલો જોયા છે, પરંતુ આવા અહેવાલો પર ટિપ્પણી કરવાનું ટાળું છું.


યોગી આદિત્યનાથ છે દેશના બેસ્ટ મુખ્યમંત્રી


Yogi Adityanath: દેશમાં આ સમયે 30 રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો છે, આમાં દિલ્હી અને પોંડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સામેલ છે. તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યુ છે કે, જેમાં લોકોને બેસ્ટ મુખ્યમંત્રીને લઇને તેમનો મત પુછવામાં આવ્યો. આમાં લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ બતાવ્યા છે.  ઇન્ડિયા ટુડે અને સી વૉટરના એક તાજે સર્વેમાં દેશનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી, આ સ્ર્વેમાં બેસ્ટ સીએમ પસંદગી કરવાનો વારો આવ્યો તો યોગી આદિત્યનાથ જનતાની પહેલી પસંદ બન્યા છે. સર્વે અનુસાર, 39.1 લોકોએ યોગી આદિત્યનાથને બેસ્ટ પરફોર્મિંગ સીએમ તરીકે પસંદ કર્યા છે. 


કેજરીવાલ અને મમતાની લોકપ્રિયતામાં ઘટાડો - 
દિલ્હીના અરવિંદ કેજરીવાલનું નામ યોગી આદિત્યનાથ બાદ બીજા નંબર પર આવે છે, 16 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને પોતાની પસંદ બનાવી છે, જ્યારે 7.3 ટકા લોકોની પસંદ મમતા બેનર્જી, બેસ્ટ પરફોર્મિંગ સીએમના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. 


સર્વે અનુસાર, સીએમ યોગીની લોકપ્રિયતા તેના કામના કારણે વધી છે,વળી ગયા વર્ષે ઓગસ્ટની સરખામણીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં 6 ટકાનો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટ, 2022માં કેજરીવાલ 22 ટકા લોકોની પહેલી પસંદ હતા, મમતા બેનર્જીની લોકપ્રિયતામાં પણ ગયા વર્ષથી 1 ટકાનો ઘટાડો આવ્યો છે.  દેશના 30 રાજ્યોમાં બેસ્ટ સીએમ પસંદ કરવા માટે સર્વે કરાવવામાં આવ્યો હતો, આમાં 1,40,917 લોકોએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવે છે.