નૌસેનાની તાકાત વધારવા એન્ટી સબમરિન યુદ્ધ જહાજ INS કવરત્તી નેવીના બેડામાં સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2020 05:18 PM (IST)
સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સબમરીન વિરોધી સીસ્ટમથી સજજ સ્વદેશી આઈએનએસ યુદ્ધ જહાજ કવરતીને આજે નૌસેનામાં સામેલ કરી હતી.
વિશાખાપટ્ટનમ: સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સબમરીન વિરોધી સીસ્ટમથી સજજ સ્વદેશી આઈએનએસ યુદ્ધ જહાજ કવરતીને આજે નૌસેનામાં સામેલ કરી હતી. આ યુદ્ધ જહાજને ભારતીય નૌસેનાના સંગઠન ડાયરેકટોરેટ ઓફ નેવલ ડિઝાઈન (ડીએનડી) એ ડિઝાઈન કરી છે અને તેને કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જીનીયર્સે બનાવ્યું છે. આ યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું પગલું છે. આઈએનએસ કવરતીને આજથી વિશાખાપટ્ટનમમાં કમિશન્ડ કરવામાં આવ્યું હતું. આ જંગી યુદ્ધ જહાજની ખાસ બાબત એ છે કે તેમાં 90 ટકા દેશી ઉપકરણો છે. સ્વદેશી આ યુદ્ધ જહાજનું નામકરણ 1971માં બાંગ્લાદેશને પાક.ની ગુલામીમાંથી છોડવાના યુદ્ધ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર યુદ્ધ જહાજ કવરતી પરથી અપાયું છે.