coronavirus:કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ છે. આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ ટૂર પર પણ બેન લગાવી દેવાયો હતો. જો કે વેક્સિનેશના કારણે કેટલાક દેશોએ થોડી છૂટછાટ આપી છે. આ સ્થિતિમાં વેક્સિનેટ લોકો માટે ઇન્ટરનેશન ટૂરના દરવાજા ખોલી દેવાયા છે જો કે ભારતના એવા લોકો માટે હજું પણ વિદેશ યાત્રા પર બેન છે. જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન લીધી છે. જી હાં, જો આપ ભારતની બાયોટેકની કોવેક્સિની બંને ડોઝ લઇ ચૂક્યાં છો તેમ છતાં પણ આપને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર છૂટ નહીં મળે. 


આપને એ પણ જણાવી દઇએ કે, આવો નિર્ણય એટલા માટે લેવાયો છે કે, જે દેશોએ ઇન્ટરનેશનલ ટ્રાવેલની છૂટ આપી છે. તે દેશો તેમની ખુદની રેગ્યુલારિટી ઓથોરિટી દ્રારા સ્વીકૃત કરેલી વેક્સિને જ માન્યતા આપે છે. આ સિવાય દુનિયાનના દેશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ તરફથી સ્વીકૃત કરેલી વેક્સિનેને માન્ય રાખી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે આ લિસ્ટમાં સીરમ ઇન્ડસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, મોર્ડના, એસ્ટ્રેજેનેકા, ફાઇઝર, જોનસન, સિનાફાર્મ  સામેલ છે પરંતુ તેમાં કોવેક્સિનનું નામ નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની લેટેસ્ટ ગાઇડેન્સ ડોક્યૂમેન્ટ મુજબ ઇમરજન્સિ યુઝિંગ લિસ્ટમાં સામેલ થવા માટે બોયટેકે અરજી કરી છે પરંતુ સ્વીકૃતિમાં સામેલ કરવાની પ્રક્રિયા લાંબી હોવાથી કોવેક્સિન લીઘેલી વ્યક્તિઓએ હજુ રાહ જોવી પડશે. 


ભારતમાં અત્યારે બે વેક્સિનનની મદદથી વેક્સિનેશન ચાલી રહ્યું છે. ભારત બાયોટેસની કોવેક્સિન અને સીરમની કોવિશીલ્ડ, જો કે હાલ સ્પુતનિક વેક્સિનનું નામ પણ જોડી દેવાયું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2.57 લાખ કેસ સામે આવ્યાં છે. જે લગાતાર છ દિવસથી ઓછા ત્રણ લાખથી ઓછા છે. હાલ દેશમાં કેસની સંખ્યા વધીને 2,62,89,290 થયા છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4194 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,57,0630લોકો ઠીક પણ થયા છે.   


કુલ કેસ-  બે કરોડ 62 લાખ 89 હજાર 290
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 30 લાખ 70 હજાર 365
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 23 હજાર 400
કુલ મોત - 2 લાખ 95 હજાર 525